પૂર્ણિમાની પરાધીનતા

This elegantly crafted Gujarati Gazal emerged from a unique request by a friend to compare the mesmerizing beauty of the full moon with the captivating allure captured in a photograph. Each couplet of the Gazal is meticulously structured where the first line marvels at the celestial glow of the full moon, epitomizing the serenity and completeness that the moon embodies on such a radiant night. The subsequent line in each couplet gracefully shifts focus to her, weaving a lyrical portrait that elevates her beauty to a celestial level, as if her presence could rival the moon’s own luminance.

The Gazal skillfully intertwines the lunar and human splendor, using the moon not just as a backdrop but as a mirror reflecting her qualities. This poetic juxtaposition not only highlights the physical beauty of both but also delves into the philosophical, exploring themes of purity, presence, and the eternal allure of nature and humanity intertwined. Through this creative endeavor, I have encapsulated a profound appreciation of beauty, both in the heavenly and in the earthly, making this Gazal a tender ode to the enchanting power of visual harmony.

 

ઉછીનું અજવાળું લયી તું કેમ ફરે છે મિજાજમાં?
અદલ અજવાળું તો ચમકે છે એના દીદારમાં.

તું બંધાયેલો છે પૃથ્વીની પરિક્રમાના બંધનમાં,
એ રહે છે મસ્ત એના જ બનાવેલા રિવાજમા.

ભાગ તારું ખૂલી ગયું કે એને સરખામણી કરી,
બાકી એ કયાં પડે છે આવા ફાલતુ વિવાદમાં?

છે પૂનમ તો સોળે કળાયે ખીલ્યો છે તું આજે,
એતો હોય છે આઠેય પહોર પરિપૂર્ણ પ્રસાદમાં.

હરેશ રહેવા દે ખોટી મગજમારી અડધી રાતે તુ,
એક રહે આકાશમાં ને બીજી રહે છે આભાષમાં

સાંજ

In the enchanting presence of someone special, ordinary words metamorphose into poetic symphonies, and simple utterances unfold as captivating Gazal.

 

અહીંની સાંજ, ખરેખર રોજ સાંજે બહુ મસ્ત હોય છે,
કેમ ના હોય, સૂરજ તારી બાહોમાં જો અસ્ત હોય છે.

જાહેર એકાંતમાં પણ મળી શકે છે એ સહુની વચ્ચે,
જયાં લાગણીઓના સંબંધો સદાય સ્વસ્થ હોય છે.

વર્ષો થી સંઘરેલી વાતો વાગોળી લવ એની સાથે,
સમજણની છાવણીમાં શબ્દો સદા પરસ્ત હોય છે.

અદાકારી એની આંખોથી ઉરમાં ઉતરી ગઈ આજે,
ઘણાં અંગત અભિનય, કદીક જગ સમસ્ત હોય છે.

મહેંકી રહીં છે ખુશ્બૂ મસ્ત બની હરેશનાં ઉપવનમાં,
લોકો શું જાણે કે તુ એને સજાવવામાં વ્યસ્ત હોય છે.

સવાર સવારમાં

In the quiet hours of dawn, when the world whispers secrets to those awake to listen, inspiration visited me in the form of a dream. It was not just any dream, but one where love itself took a form, bringing with it a deluge of emotions and an unspeakable sense of happiness. As I awoke, the remnants of this dream clung to my consciousness, urging me to weave my feelings into words.

This Gazal is the manifestation of that magical morning, a tribute to the love that transcends the boundaries of the waking world and ventures into the realm of dreams. It speaks of the unexpected moments when memories visit us, unbidden yet welcome, coloring our days with hues of emotions we thought were long forgotten. Each verse is a petal in the garden of my thoughts, blooming into existence as I pen down the ethereal encounter with my muse.

It is my hope that this Gazal resonates with those who have experienced the transformative power of love, the beauty of a moment captured in the heart, and the sheer joy that fills our being when we find ourselves in the presence of our beloved, even if only in the realm of dreams. This is a journey through the landscapes of emotion and memory, painted with the brushstrokes of longing, beauty, and a love that endures beyond the confines of time and space.

 

કોઇ અમથું જ આવી જાય યાદ સવાર સવારમાં,
આખો દિવસ હસીન બની જાય સવાર સવારમાં.

ઉપવન ખોવાઈ જાય અતીતનાં ટહૂકાના કલરવમાં,
ને સઘળાં ફૂલો રંગીન બની જાય સવાર સવારમાં.

મળે છે માશુકા બની ઘડી બે ઘડી નીંદર મહીં,
જીવન આખું સપનીન થઇ જાય સવાર સવારમાં.

આવે છે ફરી ફરી, જૂના હિસાબ તાજાં કરવા,
લાગણીઓ ઉધારીન થઇ જાય સવાર સવારમાં.

ઉતારી લઉ એ આંખોની અનુપમતાને આયતોમાં,
હરેશના શબ્દો શાહીન બની જાય સવાર સવારમાં.

પ્રસંગે પ્રસંગે નડે છે

માણસની અંદર હવે માણસ કયા જડે છે?
મોકો શોધી મજાનો એ પ્રસંગે પ્રસંગે નડે છે.

મગરમચ્છ નર્યા આંસુ સારી હમદર્દી લેવા,
વારે તહેવારે બધા સામે પોક મૂકીને રડે છે.

બીજાની ભૂલો કાઢવામાં વ્યસ્ત એનું જીવન,
અરીસાની અંદર જોવાથી શું કામ એ ડરે છે?

પોતાના અહંમને સ્વમાન સમજી એ સજ્જન,
શાણો બની સ્વજન સાથે વાતે વાતે લડે છે.

હું જ સાચો, હું જ શ્રેષ્ઠ, ને હું જ સર્વે સરવા,
હરેશ આમ તો જો, સેંકડો સમશાને બળે છે.

નવાં વર્ષનો સંકલ્પ

નવાં વર્ષનો સંકલ્પ

તમસ થી કોણ ડરે છે અહીં, હું જ સૂરજ ને હું જ પ્રકાશ,
પ્રજ્વલ્લિત કરું મારી પ્રતિભાને, હું જ દીવોને હું જ ઉજાસ.

પુરુષાર્થ કેરી પાંખો થકી, જાવુ છે ક્ષિતીજ ને પેલે પાર,
નહીં નડે હવે કોઇ બંધન, હું જ વિહંગ ને હું જ આકાશ.

દિશા બદલી દિશાસૂચકની, મંઝિલ ભણી કર્યું છે પ્રયાણ,
કોનો સાથ ને કોનો સંગાથ, હું જ મારગ ને હું જ પ્રવાસ.

અનંત છું, અનરાધાર છું, અપાર છું ને છે શૂન્યમાં વાસ,
પ્રેરણા થકી પામતો રહીશ, હું જ શ્રદ્ધા ને હું જ વિશ્વાસ.

અમારી આઠમી વર્ષગાંઠ નિમિતે લખેલી ગઝલ

Girl in a jacket

શબ્દોથી તો તને વર્ણવી શકાય તેમ નથી,
ને એકાદ બે ગઝલમાં તુ લખાય તેમ નથી.

સંગીની ની સફર હોય છે, જન્મોજન્મની,
એનુ અંતર કદી વર્ષોમાં મપાય એમ નથી.

હું બધું જ છું, જો તું મારી સાથે હોય તો,
બાકી આ સઘળું મને પોસાય એમ નથી.

વાત હોય વ્યવહારની, તો કહી દઉં બધાને,
સ્નેહનું સમર્પણ જાહેરમાં ચર્ચાય એમ નથી.

ઉગે સવાર મારી, તારામાં મારા પ્રતિબિંબથી,
એથી વધારે જીંદગીથી, કઈં મંગાય એમ નથી.

આપણે બંને

આપણે બંને

શું પ્રેમ કરવાનો કોઈ સમય હોય છે ? કે પછી પ્રેમ કોઈ સમય પૂરતો જ રહે છે? કે પછી સમય જતા પ્રેમ ફરીથી કૂંપણની જેમ પાંગરે છે ? સાચું કહું, પ્રેમ સમયથી પર છે. એ યાદરૂપે દિલના કોઈ સલામત ખૂણામાં શાશ્વત સમાયેલો રહે છે. એને જયારે યાદ કરો ત્યારે સ્મિત સ્વરૂપે હાજર જ હોય છે. અહીં પ્રસ્તુત કવિતામાં કવિએ પ્રેમ અને સ્વયં બંને ને અલગ દર્શાવ્યા છે. અહીં સ્વયંની, સ્વયંના પ્રેમ ને પામવાની વાત છે. એ બંને સાથે જ છે છતાં અલગ છે. એક બીજાને પામવાની પ્રેમની રીત કૈક અલગ અને અલૌકિક છે.

પ્રેમમાં પહેલા હતી તે તું, ને પછી હતા તે આપણે બંને,
વીતેલા વર્ષોના વિરહમાં વલોવાયા તે આપણે બંને.

શબ્દોની મથામણમાં સમજણ ક્યાંક ઓછી પડી,
અવ્યક્ત થયેલા ભાવથી છેટા થયા તે આપણે બંને.

ઉભો છું હજી હું ઉંબરે આવતી કાલના ઓરણા લેવા,
દૂર દૂરથી મને સમીપે આવતા દેખાયા તે આપણે બંને.

વાદળ વરસે, વીજળી ચમકે, ને વાય વીતરાગી વાયરો,
કોરું રહ્યું કોણ, મેઘધનુષના રંગે રંગાયા તે આપણે બંને.

ઊર્મિસાગર ડૂબકી મારી હરેશ શોધવા નીકળ્યો જયારે,
ખાલી હાથે પાછા ફરતા કિનારે મળ્યા તે આપણે બંને.

એ તું જ છે.

એ તું જ છે

મારા દરેક વિચારમાં વિહરતી તું છે,
શ્વાસમાં તું છે ને ધબકારમાં પણ તું છે.

નજર ઉઠાવીને જોઉં તો દ્રષ્ટિમાં તું છે,
બંધ આંખે જો જોઉં તો સ્વપ્નમાં તું છે.

દરેક યાદ માં સંભારણું બની આવતી તું છે.
ક્ષિતિજે ડૂબતા સૂરજની સંધ્યામાં તું છે.

ખળખળ વહેતી નદીઓના પ્રવાહમાં તું છે,
પર્વતની સ્થિરતામાં સ્થાયી થયેલી તું છે.

પંખીઓના કલરવમાં હસતી તું છે,
વાદળોનાં ગડગડાટમાં રમતી તું છે.

સમયની વીતતી દરેક પળમાં તું છે,
ઇતિહાસના સોનેરી પન્નાને શણગારતી તું છે.

લોહીના રક્તકણોમાં ભ્રમણ કરતી તું છે,
હરેશના હાથે ગઝલ બની લખાયા કરતી તું છે.

તારી એક એક અદા ગઝલ હતી

તારી એક એક અદા ગઝલ હતી

તારી એક એક અદા ગઝલ હતી,
દિલને ગમી જે વાત એ અસલ હતી.

તારી યાદમાં નિરાંતે વીતતી પળ પળ,
બાકી જિંદગીમાં ક્યાં કોઈ દખલ હતી?

હતી એટલી સમજણ થી ચાહી તને,
પાછા વળવા માટે ની ક્યાં અકલ હતી?

ખાલી તારામાંજ દેખાયી પ્રેમની પ્રતિકૃતિ,
બાકી બીજે બધે તો માત્ર એની નકલ હતી.

દુકાળો પડ્યા’તા જયારે સગપણનાં,
મીઠી એવી તારી લાગણીની ફસલ હતી.

એ નિર્દોષ ચહેરાની મૃદુતામાં ખોવાયો હતો,
હું મને જ ના મળ્યો, એવી તો એ સકલ હતી.

એક તારી અનુપસ્થિ લાગ્યા કરી જીવનભર,
બાકી હરેશની જિંદગી આમતો સફલ હતી.

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે

ફક્ત તારી યાદ પૂરતી છે જીવવા માટે,
સમય ક્યાં છે તને ફરિયાદ કરવા માટે.

હોય જો વાદળી તો મનમૂકીને વરસ આજે,
ઝાંઝવાંમાં કશું રહ્યું નથી હવે પીવા માટે.

મન થાય ત્યારે બેધડક આવતી રહેજે,
ઘર મારુ ખાલી જ છે તારે રહેવા માટે.

મંજિલ મહોબ્બતની આસાન નથી હોતી,
મરજીવા બનવું પડે એને પામવા માટે.

જો આપવાજ હોય તો થોડા વધારે આપ,
ઓછા પડે છે આ જખમ તને ભૂલવા માટે.

સમજી શકે તો સમજ હરેશની ચુપકીદીને,
હવે બાકી કશું રહ્યું નથી, કંઈ કહેવા માટે.